સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

ચાંદોદ વિશેષત:

 ચાંદોદ ગામ ની વિશેષત: કંઈક વધુ વાતો નો સંગ્રહ અહીં મુકવામાં આવશે.


અહી આપણી પાવન પવિત્ર એવી રેવા માં શ્રી નર્મદા માતા ના અષ્ટક નું વીડિઓ મુકવા માં આવેલ છે જે આપને શ્રી નર્મદાષ્ટક નું રસપાન કરાવશે. 




ચાંદોદ ગામ ના એક સંસ્કારી અને સજ્જનતા થી ભરપુર એવા ચતુરભાઈ આર.વાળંદ દ્વારા ચાંદોદ નગરી માટે રચાયેલું એક સુંદર કાવ્ય અહી રજુ કરેલ છે. જેને નામ આપવામાં આવ્યું " પ્યારું વતન ".
 
" પ્યારું વતન "
 ( રાગ : " આવો બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી " ) 
 
રેવાજી ના તટપર જુઓ ચાંદોદ જેવું ગામ છે,
વસ્તી જુઓ બ્રામ્હણ, વણિક, માછીની ( એક ) યાત્રા નું ધામ છે.
જય હર નર્મદે...... જય હર નર્મદે........

જુઓ બી.એન. હાઇસ્કુલ, જે ચારે તરફ વખણાય છે,
આદર્શ વિદ્યાર્થીઓના દ્વારા, સ્કુલની શાન જળવાય છે;
પુસ્તકાલય ત્યાં નજરે જુઓ, સુંદર સ્વચ્છ દેખાય છે,
રેવાજી ના તટપર જુઓ ચાંદોદ જેવું ગામ છે.
જય હર નર્મદે...... જય હર નર્મદે........
 
 ગામ તણું બજાર જુઓ, જ્યાં વિવિધતા જણાય છે,
શ્રીમંત સજ્જન ગ્રામજનો, સહુ વર્ષો થી વખણાય છે;
ભિન્ન સુશોભિત લત્તામાં શેષનારાયણ મંદિર સોહાય છે;
રેવાજી ના તટ પર જુઓ ચાંદોદ જેવું ગામ છે.
જય હર નર્મદે...... જય હર નર્મદે........
 
ચંડમુંડ નો વધ કરનારી ચંડિકા દેવી નું સ્થાન છે,
જાંબુ બ્રામ્હણ પાઠશાળા ની સહુ જનોને જાણ છે;
જેની ઉત્તરે રક્ષા માટે દેવી હર્ષદી માત છે;
રેવાજી ના તટ પર જુઓ ચાંદોદ જેવું ગામ છે.
જય હર નર્મદે...... જય હર નર્મદે........
 
 દક્ષિણમાં જુઓ તો દેવી નર્મદાજી સાક્ષાત છે;
કુબેરેશ્વર જે કુંભેશ્વર જો પૂર્વ માં પ્રાચીન જણાય છે;
પશ્ચિમ માં અનસુયા, વ્યાસ સહુ યાત્રાએ જાય છે;
રેવાજી ના તટ પર જુઓ ચાંદોદ જેવું ગામ છે.
જય હર નર્મદે...... જય હર નર્મદે........
 
ભક્ત કવિશ્રી દયારામ નું વતન રૂડું સોહાય છે;
જે કોઈ સુણે સૌ કોઈ આવે નૌકા વિહરે જાય છે;
નર્મદાજી માં સ્નાન કરતા "રેવાજી" શબ્દ ઉચ્ચારાય છે.
રેવાજી ના તટ પર જુઓ ચાંદોદ જેવું ગામ છે.
જય હર નર્મદે...... જય હર નર્મદે........