સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

કવિશ્રી દયારામ

શ્રી કૃષ્ણ ભક્ત અને ગુજરાત કાવ્યલોક ના અખંડ જ્યોત સમાન કવિ શ્રી દયારામ ભાઈ એ ચાંદોદ ના વતની હતા. અહીં, આપ શ્રી દયારામ ની વિશેષ માહિતી આપવામાં આવેલ છે.


કૃષ્ણ ભક્ત કવિ શ્રી દયારામ


ગુજરાત ના ગરબી સમ્રાટ તરીકે ઓળખાતા ભક્ત કવિશ્રી દયારામભાઈ ભટ્ટ નું જન્મસ્થળ ચાંદોદ છે. જયારે વતન ડભોઇ મનાય છે. ભક્તકવિ શ્રી દયારામભાઈ નો જન્મ ૧૭૭૭ માં નાગર બ્રામ્હણ કુળ માં થયો હતો.દયારામભાઈ નું બાળચરિત્ર ચાંદોદ માં ગવાયું. કૃષ્ણમય ભક્તિભાવ થી રંગાયેલું જીવન, જાણે પૂર્વજન્મ ની વ્રજ્નાર, કૃષ્ણ ને પામવા " માં રેવાતટે - માં રેવા નું શરણ લઈને શ્રી કૃષ્ણ ના ગુણગાન ગાવા એ જ જીવન નો સંકલ્પ હર્દય માં ધારણ કરીને જન્મ સફળ કરવો, એવા અચલ નિશ્ચય થી વૈષ્ણવ તીર્થ ચાંદોદ ને જન્મભૂમી બનાવી હતી આ શ્રી દયારામભાઈએ. જન્મ જન્માંન્તારો ના પાપો માં રેવા ના દર્શન માત્ર થી જ નાશ પામે છે એવી પવિત્રભૂમિ ચંડીપુર ગ્રામ માં શ્રી દયારામભાઈ એ માતા પિતા ના સંસ્કાર દીપાવ્યા હતા. પ્રાત:કાળ માં બ્રામ્હમુહુર્ત માં સ્તુતિગાન, વેદોક્ત સામવેદ ના પાઠગાન, શ્રી દયારામભાઈ જયારે સાંભળતા ત્યારે પોતાનામાં રહેલી સુષુપ્ત સુરાવલીઓ પ્રગટ થવા થનગનવા માંડતી. દેવયોગે નાનપણ થીજ આંતર ની ચેતના પ્રગટ થવા માંડી હતી. અને ત્યારબાદ મંદગતિએ કૃષ્ણઆશક્ત થઈને નામ રટણ કરવા લાગ્યા. નામ રટણ કરતા કરતા કવિ શ્રી ના મુકે હરિ ગુણગાન ગવાતા થયા. શ્રીકૃષ્ણ ના ચરિત્રો, તીર્થભુમી ના મહિમા, મંદિરોમાં થતા ઉત્સવો ટાણે હરિ કીર્તનો, પવિત્ર યજ્ઞ મંડપો માં થતા વેદગાન કે સ્તુતિ વંદના કે દિવ્ય મૂર્તિ ના દર્શન નું શૃંગાર રસોમય વર્ણન, કરવા કવિત્વ પ્રગટ થવા માંડ્યું. 

ચક્રતીર્થ નો મહિમા ગાતા દર્શનીય સ્થળ શ્રી શેષનારાયણ મહારાજ ને દયારામભાઈ એ દર્શન કરતા કરતા એકાકાર થઇ પોતાના ગુરુપદે સ્થાપ્યા. સ્વમુખે શ્રી શેષશાઈ ના દર્શન ની અંતરપટ માં ઝાંખી કરવા લાગ્યા.  

પ્રથમ પ્રણમું હું ગુરુજી ને પાય રે, શેષશાયી છોગાળા,
શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ વ્રજરાય રે, શેષશાયી છોગાળા.

આમ દયારામ ની કાવ્યધારા અવિરત વહેવા લાગી. પોતાની કાવ્ય રચનાઓ માં કૃષ્ણ ના ગુણગાન જ મુખ્ય છે. ભક્તિપદો ને કારણેજ તેઓશ્રી ભક્તકવિ નું શ્રેષ્ઠ પદ પામ્યા. બાલ્યવ્સ્થા માં સહજભાવે કૃષ્ણલીલા ચરિત્ર નું પણ કરતા કવિશ્રી કૃષ્ણ ની પ્રેમભક્તિ માં મગ્ન થઇ ગયા.ક્યારેક શૂન્ય ભાસતા કવિને નર્મદાજી ની કિનારો એ યમુનાતટ દેખાય છે તો ચાંદોદ ગામ એ ગોકુળગામ જેવું ભાસે છે. તેમાય નદી ના પ્રવાહ ને જોઇને ચક્રતીર્થ ના ઘટ ને મથુરા નો વિશ્રામ ઘાટ માને છે. ગોપીભાવે કૃષ્ણ ના દિવ્યપ્રેમ આશક્ત થઈને " નંદ કુંવરસો લગા હમારા દિલ " કૃતિ રચાતી. તો હિંડોળે ઝુલતા શ્યામ ની નીરખી " શોભા સલુણા શ્યામ ની તું જો સખી !" ગાન રચાતું.આમ ભક્તિભાવપૂર્ણ રચના કવિ હર્દય માં પ્રગટ થવા માંડી. દયારામભાઈ એ ૮ વર્ષ ની વયે યજ્ઞોપવીત ધારણ કર્યા બાદ ૧૦ વર્ષ ની વયે તેમના પિતા હરિશરણ થયા હતા. ૧૨ વર્ષ ની વયે માતા નું છત્ર ગુમાવ્યું. આમ હવે કૃષ્ણ જ તેમના માટે એક આધાર બની ગયા એટલે તેમને કૃષ્ણ ના ચરણે શરણાગત કર્યું. ૧૩ વર્ષ ની વયે " તત્વ પ્રબંધ " કાવ્ય લખ્યું. ૧૪ વર્ષ ની વયે સર્વ બંધન મુક્ત થતા ભારત માં પગદંડી પર્યટન શરુ કર્યું. ૧૨ વર્ષ ના તીર્થાટન માં ૨૫ વર્ષ ની વયે " ગીતગોવિંદ ગ્રંથ " ભરૂચ માં રચ્યો. ૨૯ વર્ષ ની વયે ડભોઇ માં " પત્રલીલા ગ્રંથ " રચ્યો. ૩૦ વર્ષ ની વયે ચાંદોદ માં " અજામિલાખ્યાન " લખ્યું. ૩૧ વર્ષ ની વયે ભારત નું બીજું પર્યટન શરુ કર્યું. આમ તીર્થાટન કરતા કરતા વ્રજભાષા જેવી અન્ય બાર ભાષાઓ માં કવિશ્રી એ ગ્રંથો ની રચના કરી. વ્રજ ભાષા માં આશરે ૧૦૦ ગ્રંથો લખ્યા. જયારે ગુજરાતી ભાષા માં આશરે ૨૦૦ ગ્રંથો લખ્યા છે. તદુપરાંત ગરબી, ગરબા, ધોળ, પદો, વ્રજ ભાષા માં દ્રુપદ-ધુમાર, ખ્યાલ ઠુમરી તેમના પ્રસિદ્ધ છે.આમ ધર્મ સાહિત્ય ક્ષેત્ર માં કવિશ્રીએ પ્રખર વિદ્વતા ભર્યા વિવિધ રસપૂર્ણ સાહિત્યો નું સર્જન કર્યું છે.

ડભોઇ માં " દયારામ સ્મૃતિ " ગ્રંથાલય માં તેમજ ચાંદોદ માં " દયારામ સ્મૃતિ " જન્મસ્થળ ના મકાન માં સ્મારક સ્મૃતિચિન્હો જોવા મળે છે. વૈષ્ણવજનો તથા પ્રવાસીઓ એ સ્થળ ની મુલાકાત લઈને " દયારામ જીવન ચરિત્ર " નું શબ્દ ચિત્રાંકન નું રસપાન કરે છે. દયારામ ચોક માં ભક્તકવિ શ્રી ની પ્રતિમા નું દર્શના કરી ને વૈષ્ણવજનો ધન્યતા અનુભવે છે. 
ભક્તકવિ શ્રી દયારામભાઈ નું દેહાંત એ ઈ.સ.૧૮૫૩ માં ડભોઇ માં થયું હતું.

" જય દયારામ "   નર્મદે હર.  

No comments:

Post a Comment